સેવા ભારતી સંલગ્ન સમિતિ દ્વારા વસ્તીના બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ આપવા માટે નવો પ્રકલ્પ શરૂ કરાયો
મોરબી: સેવા ભારતી ગુજરાત સંલગ્ન, ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ (મોરબી શાખા) દ્વારા આજરોજ તારીખ 02/07/2026ને ગુરુવારે લાલબાગ ઉપનગરની પરશુરામ વસ્તી ખાતે ‘ડો. ભીમરાવ આંબેડકર પાઠદાન કેન્દ્ર’ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રનો મુખ્ય હેતુ વસ્તીના બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ આપી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો છે.
આ શુભારંભ પ્રસંગે મોરબી જિલ્લા સહ સેવા પ્રમુખ સતિષભાઇ પટેલ, નગર સહ સેવા પ્રમુખ લલિતભાઈ પાંડે અને અગ્રણી હરિભાઈ સરડવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્રના સંચાલનની જવાબદારી મંજુલાબેન ચૌહાણ સંભાળશે. ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને નિયમિત શિક્ષણ મેળવી દેશના ઉત્તમ નાગરિક બનવા પ્રેરણા આપી હતી. વસ્તીના પરિવારો અને બાળકોમાં આ પ્રકલ્પને લઈને ભારે આનંદની લાગણી જોવા મળી છે.












