Monday, October 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા હળવદ ખાતે સંત શિરોમણી રવિદાસ મહારાજની વ્યાખ્યાન માળા...

મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા હળવદ ખાતે સંત શિરોમણી રવિદાસ મહારાજની વ્યાખ્યાન માળા યોજાઈ.

મોરબી ડેઈલી:મોરબી અત્રેના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હળવદની શાળા નંબર:- 4 ખાતે સંત શિરોમણીશ્રી રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ અંતર્ગત વ્યાખ્યાન માળા યોજાઈ ગઈ. જેમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુરેન્દ્રનગર વિભાગના પ્રચાર પ્રમુખશ્રી નિલેશભાઈ પટેલ દ્વારા રવિદાસજીના જીવન ચરિત્રોનું વર્ણન કરવામાં આવ્યું. લક્ષ્મીનારાયણ મંદિર, હળવદના મહંતશ્રી દિપકદાસજી મહારાજ તેમજ અનિલભાઈ પુરાણી (બજરંગ )દ્રારા આર્શીવચન પાઠવવામાં આવ્યા. આ પ્રસંગે ગુજરાત રાજ્યના અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક સંઘના સંગઠનમંત્રીશ્રી હિતેષભાઇ ગોપાણી, સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રીશ્રી મુકેશભાઈ કટારીયા, સુરેન્દ્રનગર જિલ્લાની ટીમ, મોરબી જિલ્લાની ટીમ તેમજ આર.એસ.એસ.ની ભગીની સંસ્થાના વિવિધ જવાબદાર પદાધિકારીઓ, શિક્ષક ભાઈઓ તેમજ મોરબી ટંકારા અને વાંકાનેર તાલુકામાંથી શિક્ષકો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા નંબર:-4 હળવદના શિક્ષકશ્રી કાન્તિલાલ એમ. લકુમ દ્વારા કરવામાં આવ્યું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments