Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારોની નિમણૂક

મોરબી શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારોની નિમણૂક

મોરબી : ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા તેમજ જિલ્લા પ્રભારી હિતેષભાઈ ચૌધરી તેમજ સ્થાનિક મંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ મોરબી શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારોની વરણી કરી છે.

મોરબી શહેર ભાજપ અધ્યક્ષ તરીકે રિશીપભાઈ કૈલાની અગાઉ નિયુક્તિ કરાઈ હતી. જ્યારે ઉપાધ્યક્ષ તરીકે અજયભાઈ કોટક, મહેશભાઈ ભોજાણી, માવજીભાઈ કંઝારીયા, બ્રિજેશભાઈ કુંભારવાડીયા, આરતીબા રાણા અને કેયૂરભાઈ પંડ્યાની નિયુક્તિ કરાઈ છે. મહામંત્રી તરીકે ભૂપતભાઈ જારીયા અને ભાવેશભાઈ કંઝારીયાની વરણી કરવામાં આવી છે. મંત્રી તરીકે ચંપકસિંહ રાણા, વૈશાલીબેન શાહ, કિરણભાઈ મહેશ્વરી, ચંદ્રિકાબેન પલાણ, ભાનુબેન નગવાડિયા અને ચંદ્રિકાબેન સોલંકીની વરણી કરાઈ છે. મોરબી શહેર ભાજપ કોષાધ્યક્ષ તરીકે હર્ષદભાઈ વામજાની વરણી કરાઈ છે.

મોરબી તાલુકા ભાજપ અધ્યક્ષ તરીકે વિશાલભાઈ ઘોડાસરાની નિયુક્તિ કરાઈ હતી. જ્યારે હવે ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી જયંતીભાઈ ચાપાણી, નિતેશભાઈ બાવરવા, મેરામભાઈ રાઠોડ, રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા, મયુરભાઈ સવસાણી અને જ્યોત્સનાબેન વિનોદભાઈ પરેચાને સોંપવામાં આવી છે. મહામંત્રી તરીકે સવજીભાઈ સુરાણી અને રવિભાઈ રબારીની નિયુક્તિ કરાઈ છે. મંત્રી તરીકે ગીતાબેન પરમાર, દિગ્વિજયસિંહ જાડેજા, મોહિતભાઈ કાસુન્દ્રા, હંસાબેન દિલીપભાઈ સુરેલા, રીટાબેન અરવિંદભાઈ કાવર અને નૈમિષભાઈ વાહનેચીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે કોષાધ્યક્ષ આરતીબેન નરેન્દ્રભાઈ ગોહેલની વરણી કરાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments