Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમનોકામના પૂર્ણ કરતી માં આશાપુરા - માતાનામઢ જતાં પદયાત્રી માટે માં આશાપુરા...

મનોકામના પૂર્ણ કરતી માં આશાપુરા – માતાનામઢ જતાં પદયાત્રી માટે માં આશાપુરા પદયાત્રી (સ્વદેશી) કેમ્પ માં સેવા ની સરવાણી – સાંસદ વિનોદભાઈ ચાવડા.    

સ્વયંભુ પ્રાગટ્ય દેવીને કચ્છની કુળદેવી સ્વરૂપે માતાનામઢ બિરાજતી માં આશાપુરા ના દર્શનાર્થે પગપાળા સાઇકલ નાના મોટા વાહનોથી જતાં લાખો શ્રધ્ધાળું ભક્તો માટે કચ્છમાં ૨૦૦ થી વધુ સેવા કેમ્પો અને અસંખ્ય લોકો – વાહનો દ્વારા પદયાત્રીઓને સવલતો – ઠંડા પાણી, ઠંડા પીણા, મેડિકલ સુવિધાઓ આપી તેમની યાત્રા વિના વિઘ્ન સફળ થાય તેવી શુભકામના અને પ્રોત્સાહન પૂરું પડે છે તેમ જણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મે ઘણાં સેવા કેમ્પો ની મુલાકાત લઈ તેમની સેવા ભાવના જોઈ છે, મારી સંસ્થા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા મિરઝાપર પાસે માં આશાપુરા પદયાત્રી (સ્વદેશી) પદયાત્રી સેવા કેમ્પ શરૂ કરેલ છે.

સર્વશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઇ વરચંદ, અંગદાન પ્રણેતા દિલીપભાઇ દેશમુખ, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી, પારૂલબેન કારા, વીજુબેન રબારી, દેવરાજ ગઢવી, રાહુલભાઇ ગોર, વિકાસભાઇ રાજગોર, અશોકભાઇ હાથી, અરવિંદભાઇ લેઉવા, હિતેશભાઈ ખંડોલ, દિનેશભાઇ ઠક્કર, પ્રકાશ મહેશ્વરી, મોહનભાઈ ચાવડા, મનીષભાઇ બારોટ, પ્રકાસભાઈ પટેલ, વિરમભાઇ આહીર, નિલેસભાઈ દાફડા, અન્ય શુભેચ્છકો – સ્વયંભુ કાર્યકરો સેવામાં જોડાયેલા છે, તેમ સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું.

કેમ્પ ની વિશેષતા માન. વડાપ્રધાનશ્રી ની કચ્છ પ્રત્યેની સંવેદના અને તેમના કચ્છ પ્રવાસની ઝલક તેમજ પ્રતિકૃતિ સાથે સેલ્ફી પોઈન્ટ, મિલેટ્સ (બાફેલું કઠોળ), સ્વાદિષ્ટ નાસ્તો, એનર્જી સોફ્ટ ડ્રિંક સાથે સાથે આરામ માટેની સુવિધા સભર કેમ્પ હોવાથી વધુને વધુ યાત્રાળુઓ તેનો લાભ લે તેવી સાંસદશ્રીએ લોક અપીલ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments