મોરબી : મોરબી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ટંકારા-પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા બક્ષીપંચ મોરચા ના અધ્યક્ષ નિર્મલભાઈ જારીયા, તાલુકા ભાજપ ના પૂર્વ અધ્યક્ષ અરવિંદભાઈ વાંસદડીયા સહીતનાં અગ્રણીઓએ રસપાન કર્યું હતું. જલારામ ધામ ના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત રાજકીય આગેવાનોનું અભિવાદન કરાયુ હતું.
શ્રી જલારામ ધામ મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.રતનેશ્વરીદેવીજી ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરુ આયોજન કરાયું છે ત્યારે ટંકારા-પડધરી મતવિસ્તાર ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ના અધ્યક્ષ શ્રી નિર્મલભાઈ જારીયા, તાલુકા ભાજપ ના પૂર્વ અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ વાંસદડીયા સહીતના અગ્રણીઓ એ કથા શ્રવણ નો લાભ લીધો હતો તેમજ મોરબી જલારામ ધામ ની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. મોરબી જલારામ ધામ ના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભવો નું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.

















