Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedબજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા આયોજિત ત્રિશુલ દીક્ષા સમારોહ માં ૧૬૧૫ બજરંગી યુવાનો...

બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા આયોજિત ત્રિશુલ દીક્ષા સમારોહ માં ૧૬૧૫ બજરંગી યુવાનો એ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી

(બળદેવ ભરવાડ દ્વારા)

બજરંગદળ ના રાષ્ટ્રીય સંયોજક નીરજજી દોનેરિયા સહિત પૂજ્ય સાધુ સંતો એ ખાસ હાજરી આપી

હળવદ ખાતે આવેલ શિશુ મંદિર ના સાંસ્કૃતિક ભવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા ભવ્ય ત્રિશુલ દિક્ષા સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં હળવદ તાલુકા ના વિવિધ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર ના ૧૬૧૫ બજરંગી યુવાનો એ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી અને રાષ્ટ્ર રક્ષા , ગૌ રક્ષા , સ્ત્રી રક્ષા , ધર્મ રક્ષા , આત્મ રક્ષા સહિત લવ જેહાદ અને અન્ય જેહાદ થી બચવા સતત કાર્યશીલ રહેવા માટે પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય સંયોજક બજરંગદળ નીરજજી દોનેરિયા , પૂજ્ય દીપકદાસજી મહારાજ , પૂજ્ય પ્રભુચરણ મહારાજ , ગુજરાત ક્ષેત્ર સંયોજક ભાવેશભાઈ ઠક્કર , સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા , ઉત્તર ગુજરાત પ્રાંત સંયોજક જ્વલિતભાઈ મહેતા તથા સુરેન્દ્રનગર વિભાગ અને જિલ્લા ના વિવિધ પદાધિકારીઓ તેમજ હળવદ ના સામજિક રાજકીય શૈક્ષણિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શૌર્ય યાત્રા હળવદ ની મુખ્ય બજાર માં નીકળી હતી જેમાં “વંદે માતરમ્ – જય શ્રી રામ ” , જય કારા વીર બજરંગી – હર હર મહાદેવ ” અને “ભારત માતા કી જય” ના નારા થી હળવદ ની શેરીઓ ગુંજી ઉઠી હતી આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો

આ કાર્યક્રમ ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ હળવદ પ્રખંડ ના સૌ કાર્યકર્તા મિત્રો એ ભારે જહેમત ઉઠાવી હતી અને પોલીસ વિભાગ દ્વારા અને સરકારી તંત્ર દ્વારા પણ ઉચિત સહયોગ પ્રાપ્ત થયો હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments