મોરબી : આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ટંકારા તાલુકાના અલગ અલગ ગામોના ખેડૂતોને થયેલ નુકશાની બાબતે મુલાકાત લીધી હતો અને ખેડૂતોને વેદનાને સરકાર સુધી પહોંચાડવા અને તેમને પાકના નુકશાની ત્વરિત સહાય મળે તેવી રજુઆત કરવાની હૈયાધારણા આપી છે.
આજ રોજ મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના અલગ અલગ ગામોમા કમોસમી વરસાદ થી ખેડૂતો ને થયેલ નુકશાન બાબતે જાણકારી મેળવી અંને ખેડૂતો સાથે મળી ને તેમના પાક જેવા કે કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકો મા થયેલ નુકશાની ની સમીક્ષા કરી. આવનારા સમય મા મોરબી જીલ્લા ના ખેડૂતો ને થયેલ નુકશાન નું પૂરું વર્તર મળે તેમજ ખેડૂતો ફરી પાછા પગ ભર થય શકે એમના માટે ની ખેડૂતો ની વેદના અંને માંગણી સરકાર સુધી પહોંચાડવામાં આવશે અને સરકાર જો યોગ્ય ન્યાય નહીં આપે તો મોરબી ના ખેડૂતો ને સાથે રાખી આંદોલન પણ કરવા મા આવશે આ સમયે આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, કે ડી બાવરવા, દિવ્યેશ મગુનીયા તેમજ તાલુકા પ્રમુખ નરોત્તમભાઈ ગોસરા, રાજુભાઈ રૈયાની, પ્રવીણભાઈ ફેફર હાજર રહ્યા હતા.















