સડક પરિવહન અને રાજય માર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરી સાથે કચ્છ ના સાંસદ વિનોદભાઇ ચાવડાએ રૂબરૂ મુલાકાત કરી કચ્છ ના રોડ – રસ્તા હાઇવે અને રાજમાર્ગ ને જોડતા ધોરી માર્ગો વિષે રજુઆત કરતા જણાવ્યુ હતું કે, કચ્છ થી માળીયા – મોરબી નેશનલ હાઇવે ખુબજ ટ્રાફીક અને ભારે વાહનો ના આવન – જાવન થી કાયમ ટ્રાફીક જામ ની પરિસ્થિતી રહે છે. આ રસ્તો સીક્ષ લાઇન બનાવવા, સુરજબારી અને સામખીયાળી વચ્ચે નો રસ્તો ૩૦ કિમી નો છે. અને બે ટોલ ટેક્ષ આવે છે. બે ટોલ ટેક્ષ વચ્ચેનું અંતર ૬૦ કિમી થી વધુ હોવું જોઇયે માટે એક ટોલ ટેક્ષ બંધ કરવાની રજુઆત કરી હતી.
રાપર તાલુકાનાં ભાલાસર ગામ વચ્ચે થી જતો નેશનલ હાઇવે બાયપાસ કરવા, કંડલા થી નવલખી વાયા માળીયા સમુદ્ર સેતુ રોડ (કોસ્ટલ હાઇવે) બને તો કિલો મીટર પણ ઘટે, બંદરો ના વિકાસમાં ખુબજ ઉપયોગી માર્ગ બની શકે, ભુજ-ધર્મશાળા હાઇવે નંબર ૩૪૧ ભુજ શહેર માંથી પસાર થતો હોઇ શેખપી? થી પાલારા જેલ સુંધી બાયપાસ બનાવવા, હળવદ – ટીકર – પલાંસવા રોડ ફોરલેન બનાવવા, રોડ બનાવવા વગ વિભાગની મંજુરી મળે, પ્રવાસન વિભાગ ને વેશ આપતો ઘડૂલી – સાંતલપુર રોડ ના અધુરા કામો પુર્ણ કરવાની રજુઆતો કરેલ છે. રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રીશ્રી નિતિન ગડકરીએ બધી જ રજુઆતોની નોંધ કરી વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ ની ખાતરી સાથે સકારાત્મક અભિગમ દાખવેલ છે તેમ સાંસદએ જણાવ્યુ હતું.












