જાલીડા ગામની સીમમાં કારખાનાની દીવાલ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો અને પીએમ રીપોર્ટ કરાવતા ફેફસાની બીમારીથી મોત થયાનું ખુલ્યું છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ વેસ્ફો ઇકો પ્રોડક્ટ કારખાનાના દીવાલ પાસેથી અજાણ્યા પુરુષ આશરે ૩૫ થી ૪૫ વર્ષ વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડ્યો હતો અને પીએમ રીપોર્ટમાં ફેફસાની બીમારીથી અજાણ્યા પુરુષનું મોત થયાનું ખુલ્યું છે પોલીસે બનાવની નોંધ કરી મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે










