સ્થાનિક સ્વરાજ્યના સુદ્રઢ વહીવટ માટે મહત્તમ મતદાન એ જ લોકશાહીની સાચી શક્તિ ગણાવતા સાંસદશ્રી
૦ :: ૦૦૦ :: ૦
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં આજે વહેલી સવારથી જ ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. આ લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન આપવા માટે રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાએ આજે વાંકાનેર ખાતે મતદાન કરી નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય નિભાવ્યું હતું.
સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાએ વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત નિયત મતદાન મથક પર પહોંચીને લોકશાહીની પરંપરા મુજબ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, “સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ લોકશાહીનો પાયો છે. શહેર અને ગ્રામીણ સ્તરે વિકાસની ગતિને વધુ તેજ બનાવવા માટે દરેક મતદારની ભાગીદારી અનિવાર્ય છે. સૌ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરી સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બને તે જરૂરી છે.










