મોરબી : જાણીતી આંખની હોસ્પિટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના સંયુક્ત ઉપક્રમે દર મહિનાની 4 તારીખે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે સર્વજ્ઞાતીય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજવામાં આવે છે. જે અંતર્ગત આગામી તા. 4-5-2026, સોમવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન સ્વ. જમનાબેન મણીલાલ ચંદારાણા (હ. દીનેશભાઈ ચંદારાણા-ભુજ) પરિવારના સહયોગથી આ કેમ્પ યોજાશે.
આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર અને નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ જરૂરિયાતવાળા દર્દીઓનું અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું અને સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધાઓ સંસ્થા દ્વારા તદ્દન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.
આ કેમ્પનો લાભ લેવા માટે કોઈ એડવાન્સ બુકિંગની આવશ્યકતા નથી, પરંતુ કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી (9825082468), હરીશભાઈ રાજા (9879218415), નિર્મિતભાઈ કક્કડ (9998880588) અને અનિલભાઈ સોમૈયા (8511060066) નો સંપર્ક કરવા જલારામ સેવા મંડળ-મોરબીના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 55 મહિના દરમિયાન યોજાયેલા કેમ્પમાં અત્યાર સુધીમાં કુલ 15494 લોકોએ લાભ લીધો છે અને 7103 લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે.








