Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી : નવયુગ વિદ્યાલયની સાક્ષી સવસાણી ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ ફર્સ્ટ  

મોરબી : નવયુગ વિદ્યાલયની સાક્ષી સવસાણી ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ ફર્સ્ટ  

૧૬ વિદ્યાર્થીઓએ ગણિતમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કર્યા

આજે ધોરણ ૧૦ ના પરિણામો જાહેર થયા છે જેમાં નવયુગ વિધાલય મોરબીનો દબદબો યથાવત જોવા મળ્યો છે ૩૫ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે અને ૧૬ વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરી ઈતિહાસ રચી દીધો છે

નવયુગ વિધાલય મોરબીની તેજસ્વી વિદ્યાથીની સવસાણી સાક્ષીએ એસએસસી બોર્ડ પરીક્ષામાં ૫૯૧ ગુણ, ૯૯.૯૯ પીઆર અને ૯૮.૫૦ ટકા મેળવી મોરબીના એસએસસી બોર્ડના ઈતિહાસના અત્યાર સુધીના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી ગુજરાત બોર્ડ પ્રથમ અને મોરબી કેન્દ્ર પ્રથમ રહી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે સાથે સરડવા મન ૫૮૮ ગુણ, ૯૯.૯૮ પીઆર અને ૯૮૭ ટકા સાથે ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી નવયુગને પરિણામોના શિખરે પહોંચાડેલ છે

જેમાં A1 ગ્રેડ મેળવતા ૩૫ વિદ્યાર્થીઓ, A2 ગ્રેડ મેળવતા ૪૬ વિદ્યાર્થીઓ તથા ગણિત વિષયમાં ૧૬ વિદ્યાર્થીઓએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કર્યા છે વિજ્ઞાન વિષયમાં ૦૯ વિદ્યાર્થીઓ અને સમાજ વિષયમાં ૦૧ વિદ્યાર્થીએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કર્યા છે બોર્ડનું પરિણામ ૮૩.૮૬ ટકા, મોરબી જીલ્લાનું ૮૯.૧૩ ટકા, મોરબી કેન્દ્રનું પરિણામ ૮૮.૭૧ ટકા જયારે નવયુગ વિધાલયનું પરિણામ ૯૭.૯૧ ટકા રયું છે

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી ડી કાંજીયા સાહેબે ઝળહળતું પરિણામ મેળવવા બદલ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments