હળવદમાં ખુશીનો માહોલ, તેજસ્વી વિદ્યાર્થીઓએ સંકુલનું નામ રોશન કર્યું
તાજેતરમાં જાહેર થયેલા ગુજરાત બોર્ડના ધોરણ 10 (SSC)ના પરિણામમાં હળવદના તક્ષશિલા સંકુલના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરી સંસ્થાનું નામ ગૌરવ વધાર્યું છે. કુલ 7 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
મૈત્રી કપિલભાઈ વિડજાએ 98.50 ટકા સાથે A1 ગ્રેડ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે પ્રિયા ભરતભાઈ, હાર્દિક ભીખાભાઈ, સાહિલ સુરેશભાઈ, ઉર્મિલા રમણિકભાઈ, જયદીપ દિનેશભાઈ અને વિદ્યા કિશોરભાઈએ પણ A1 ગ્રેડ મેળવી સંકુલના પરિણામમાં ચાર ચાંદ લગાવ્યા છે.
તે ઉપરાંત વિરલ નવઘણભાઈ, કર્મ દિનેશભાઈ, કૃષિ ખીમજીભાઈ, વિજય નારણભાઈ અને સાવન ગોપાલભાઈએ A2 ગ્રેડ મેળવી સરાહનીય સફળતા મેળવી છે.
શાળાના એમડી ડો. મહેશ પટેલ અને સંચાલક રમેશ કૈલાએ રેન્કર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમની સફળતાની ખુશીમાં બંગાળી નાસ્તો ‘ઝાલમુડી’ ખવડાવી ઉજવણી કરી હતી.
આ પરિણામથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક વર્ગમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
મયુર રાવલ હળવદ










