Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનીચી માંડલથી ઊંચી માંડલ સુધી પીછો કરી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી...

નીચી માંડલથી ઊંચી માંડલ સુધી પીછો કરી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી

કાર ચાલક કાર મૂકીને ફરાર, પોલીસે 288 બોટલ દારૂ, 144 બિયરના ટીન અને કાર સહિત કુલ 7,65,273 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી

મોરબી : મોરબી તાલુકા પોલીસે નીચી માંડલ ગામથી એક ઇંગ્લિશ દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરી ઊંચી માંડલ ગામ પાસે કારમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. જોકે, પોલીસને જોઈને કાર ચાલક પોતાની કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, આગળ-પાછળ નંબર પ્લેટ વિનાની એક સફેદ કલરની મારુતિ સુઝુકી અર્ટિગા કાર ઇંગ્લિશ દારૂ ભરીને હળવદ તરફથી મોરબી તરફ આવનાર છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઊંચી માંડલ ગામ ખાતે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી અર્ટિગા કાર આવતા કાર ચાલકે પોલીસને જોઈને પોતાની કાર ભગાવી હતી. પોલીસે સતર્કતા દાખવી કારનો પીછો કર્યો હતો, જેથી ચાલક ઊંચી માંડલ ગામ પાસે અર્ટિગા કાર મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ

આ સફળ કામગીરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.ડી. સરવૈયા તથા પો.સ.ઇ. સી.એસ. સોંદરવા અને સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments