મોરબી : રાજ્ય સરકારે આજે બુધવારે એક સાથે 72 સનદી અધિકારીઓની બદલી કરવા હુકમ કર્યા છે.બદલી હુકમ અન્વયે મોરબી જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે. સાથે જ ચાર્જમાં ચાલી રહેલી ડીડીઓની જગ્યા પર કાયમી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે આજે બુધવારે એક સાથે 72 સનદી અધિકારીઓની બદલી કરવા હુકમ કર્યો છે. બદલી હુકમ અન્વયે મોરબી જિલ્લા કલેકટર કિરણ ઝવેરીને બદલી કરી તેમના સ્થાને મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેને જિલ્લા કલેકટર તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે મ્યુનિસિપલ કમિશનર તરીકે અગાઉ મોરબી ફરજ બજાવી ગયેલા સંગીતા રૈયાણીને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત લાંબા સમયથી ઇન્ચાર્જ હવાલે ચાલતી જિલ્લા વિકાસ અધિકારીની જગ્યા પર શ્રી વિદ્યાસાગરને મુકવામાં આવ્યા છે.મહત્વનું છે કે, મોરબી કલેકટર કે.બી. ઝવેરીને નડિયાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે.











