Saturday, May 16, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરોટરી ક્લબ અને ધ્રાંગધ્રા સિટી પોલીસના સંયુક્ત ઉપક્રમે શહેરમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ...

રોટરી ક્લબ અને ધ્રાંગધ્રા સિટી પોલીસના સંયુક્ત ઉપક્રમે શહેરમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ધ્રાંગધ્રા : રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રા સિટી પોલીસના સંયુક્ત ઉપક્રમે શહેરમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ફૂલેશ્વર તેમજ ડી.સી.ડબલ્યુ રોડ વિસ્તારમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન વાહનચાલકોને ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન બાઇક સવારોને હેલ્મેટનું મહત્વ સમજાવી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત હેલ્મેટ પહેરીને વાહન ચલાવતા તેમજ કારમાં સીટ બેલ્ટ બાંધીને નીકળતા વાહનચાલકોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અનોખી પહેલને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ અવેરનેસ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા પી.આઈ. સાહેબ, કોન્સ્ટેબલ સહિત સિટી પોલીસ સ્ટાફ તેમજ રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રાના પ્રમુખ, સેક્રેટરી, સિનિયર સભ્યો અને અન્ય મેમ્બર્સ હાજર રહ્યા હતા. પોલીસ વિભાગે કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂરતો સહયોગ આપ્યો હતો.

કાર્યક્રમમાં હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકી, રોટરી ક્લબના પ્રમુખ ગોપાલભાઈ મહેતા, રોટરી ક્લબના સભ્યો તેમજ પોલીસ સમન્વયના મેહુલભાઈ સોનીએ સક્રિય ભાગ લીધો હતો. ઉપરાંત પત્રકાર મિત્રોની હાજરી પણ નોંધપાત્ર રહી હતી. આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો અને તેના દ્વારા વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જાગૃતિ ફેલાઈ હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments