મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તા. 16-5-2026, શનિવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. યાર્ડમાં આજે વિવિધ પાકોની સારી આવક નોંધાઈ હતી. ખેડૂતો અને વેપારીઓ માટે જાહેર કરાયેલા પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ મુજબ કપાસનો ભાવ રૂ. 1300, ઘઉં રૂ. 530, તલ રૂ. 2120, મગફળી રૂ. 1516, તુવેર રૂ. 1451 અને જીરું રૂ. 3770 સુધી પહોંચ્યો હતો. ઉપરાંત બાજરો રૂ. 425, ચણા રૂ. 1060, એરંડા રૂ. 1256, કાળા તલ રૂ. 3128, ગુવારબી રૂ. 1101, રાયડો રૂ. 1232, રાય રૂ. 1350, મેથી રૂ. 1436 તેમજ મગનો ભાવ રૂ. 1685 નોંધાયો હતો.
શાકભાજી વિભાગમાં પણ વિવિધ વસ્તુઓના ભાવમાં ચડાવ-ઉતાર જોવા મળ્યો હતો. જેમાં લીલા મરચાં રૂ. 500, રીંગણા રૂ. 300, કારેલા રૂ. 400, ગુવાર રૂ. 540, ભીંડો રૂ. 500, ટમેટા રૂ. 700, કોબીજ રૂ. 200, કાકડી રૂ. 340, લીંબુ રૂ. 2000, દુધી રૂ. 200 અને સુકી ડુંગળી રૂ. 320 પ્રતિ 20 કિલોના ઊંચા ભાવ નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ પાકોની આવક પણ નોંધપાત્ર રહી હતી. જેમાં 664 ક્વિન્ટલ ઘઉં, 65 ક્વિન્ટલ જીરું, 20 ક્વિન્ટલ એરંડા, 75 ક્વિન્ટલ ચણા, 25 ક્વિન્ટલ તુવેર અને 33 ક્વિન્ટલ રાયડાની આવક થઈ હતી.











