Friday, May 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયાના હરીપર ગામની સીમમાં નજીવી બાબતમાં પિતા પુત્ર પર ધારીયા-લાકડીથી હુમલો

માળીયાના હરીપર ગામની સીમમાં નજીવી બાબતમાં પિતા પુત્ર પર ધારીયા-લાકડીથી હુમલો

માળીયા મિયાણાના હરીપર ગામની સીમમાં આવેલા મીઠાના કારખાને મશીન ઓપરેટર રાખવા જેવી નજીવી બાબતમાં ઉશ્કેરાઈને બે શખ્સોએ વૃદ્ધ વેપારી અને તેમના પુત્ર પર ધારીયા અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વેપારીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ફ્રેક્ચર થયું છે. હરીપર ગામે રહેતા ૭૨ વર્ષીય મીઠાના વેપારી ગનીભાઈ સુલેમાનભાઈ પાયકે આ અંગે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઘટનાની માહિતી મુજબ, આરોપી ફતેમહમદ અબ્દુલભાઈ ભટ્ટીના કારખાનામાં કામ કરતો મશીન ઓપરેટર ફરિયાદી ગનીભાઈના મીઠાના કારખાનામાં મશીન ચલાવવા માટે જતો રહ્યો હતો. આ બાબતનો મનમાં ખાર રાખીને આરોપી ફતેમહમદ અને તેની સાથે એક અજાણ્યો શખ્સ ગનીભાઈ સુલેમાનભાઈ પાયકના કારખાને પહોંચ્યા હતા. ત્યાં આરોપીઓએ ફરિયાદી સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળો ભાંડી હતી. ત્યારબાદ આરોપી ફતેમહમદે ધારીયા વડે ગનીભાઈના માથાના ડાબી બાજુના ભાગે ફટકો મારી દીધો હતો, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી. આ દરમિયાન ફરિયાદીના પુત્ર અશરફ વચ્ચે પડતા, બીજા અજાણ્યા આરોપીએ તેને લાકડી વડે આડેધડ માર મારી મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments