Wednesday, May 27, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલીલાપર ખાતે સંગીતમય શ્રીમદ ભાગવત કથાનો આવતીકાલથી પ્રારંભ

લીલાપર ખાતે સંગીતમય શ્રીમદ ભાગવત કથાનો આવતીકાલથી પ્રારંભ

મોરબી તાલુકાના લીલાપર ગામમાં દેત્રોજ પરિવાર તથા લીલાપર ગામ સમસ્ત દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આગામી 28-05-2026 ને ગુરુવારથી આ કથાનો પ્રારંભ થશે અને 03-06-2026 ને બુધવારના રોજ કથાની પૂર્ણાહુતિ થશે. આ કથાનું આયોજન લીલાપર રામજી મંદિર ચોક, દેત્રોજ વિસ્તાર, મુ. લીલાપર ખાતે કરવામાં આવ્યું છે. ધર્મપ્રેમી જનતા માટે કથા શ્રવણનો સમય દરરોજ સવારે 8:30 થી 11:30 કલાક સુધી તથા બપોરે 4:00 થી સાંજે 6:30 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે.

આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વક્તા તરીકે અવધકિશોરદાસ રામાયણી વ્યાસપીઠ પર બિરાજમાન થઈને પોતાની સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથામૃતનું રસપાન કરાવશે. આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા આયોજક દેત્રોજ પરિવાર અને લીલાપર ગામ સમસ્ત દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments