“વોકથી એકતા અને યોગથી સ્વાસ્થ્ય”ના ઉમદા ઉદ્દેશ્ય સાથે શાંતિ રેલી યોજાઈ
મોરબી: બ્રહ્માકુમારી મોરબી દ્વારા તાજેતરમાં શહેરમાં ‘વોક ફોર પીસ એન્ડ યોગા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં “વોકથી એકતા અને યોગથી સ્વાસ્થ્ય”નો સકારાત્મક સંદેશ ફેલાવવાનો હતો.
આ વિશેષ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડશુંબીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ તકે બ્રહ્માકુમારી મોરબી સંસ્થાના સંચાલિકા બી. કે. અલ્કાબેન, બી. કે. જુલીબેન સહિત બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા. કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌએ શાંતિની રેલી કાઢીને નગરજનોને શારીરિક સ્વાસ્થ્ય માટે યોગ અને માનસિક શાંતિ તથા સામાજિક એકતા માટે વોકનું મહત્વ સમજાવી જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.













