મોરબી : મોરબી અને આસપાસના વિસ્તારોની જનતા માટે સ્વાસ્થ્યલક્ષી એક સારા સમાચાર છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટી અને મોરબીમાં રાહત દરે કાર્યરત સંસ્કાર ફિઝીયોકેર સેન્ટર તેમજ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરની મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા આગામી 20 જૂનના રોજ એક નિ:શુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા વિવિધ શારીરિક સમસ્યાઓનું નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે.
સાયટીકા, ગાદી ખસવી, સાંધાના વા, ઘુંટણનો ઘસારો, સેરેબ્રલ પાલ્સી, જન્મજાત ખોડખાંપણ, ત્રાંસીડોક, ઓટીઝમ, હાયપરએક્ટીવીટી વગેરે, સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રનાં રોગો, બેલેન્સ પ્રોબ્લમ, જીબીએસ, બોલવાને લગતી તકલીફો (તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, બોલવામાં અચકાવું, ઓપરેશન પછી બોલવાની તકલીફ, જાડો-પાતળો કે ઘોઘરો અવાજ, પક્ષઘાતના હુમલા પછી બોલવાની તકલીફ, ખોરાક ગળવામાં તકલીફ), કમર, ગરદન, ખભા કે એડીનો દુ:ખાવો, ટેનિસ એલ્બો, હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, પેરાપ્લેજીયા, કમ્પવા (પાર્કિસન્સ), ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, લીગમેંટની ઇજાઓ, ડિલીવરી પહેલાં/પછીની કસરતો, મોટી ઉંમરે થતી શારીરિક તકલીફો વગેરે, તમાકુ કે કેંસરનાં ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર.
કેમ્પની વિગતો
તારીખ: 20/06/2026, શનિવાર
સમય: સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી
સ્થળ: બીજો માળ, સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર, સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરની પાછળ, જી.આઈ.ડી.સી. મેઈન રોડ, મોરબી.
કેમ્પમાં સેવા આપનાર નિષ્ણાત ડોક્ટરોની ટીમ
ડૉ. શાહરુખ ચૌહાણ: (ઓર્થો અને સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીસ્ટ) હાડકાં, સ્નાયુ તથા મણકાની તકલીફોનાં નિષ્ણાત, ડૉ. કુલદીપ રામાવત:(કાર્ડિયો-પલ્મોનરી ફિઝિયોથેરાપીસ્ટ) હૃદય અને ફેફસાંની કસરતના નિષ્ણાત, ડો. પુજા વોરા: (પીડિયાટ્રીક ન્યુરો ફિઝિયોથેરાપીસ્ટ) બાળકોની તકલીફોનાં નિષ્ણાત, ડૉ. પ્રીત મેહતા:(ન્યૂરોફિઝિયોથેરાપીસ્ટ) મગજ, કરોડરજ્જુ અને પેરલિસિસ તકલીફોનાં નિષ્ણાત, ડૉ. કેશા અગ્રવાલ: (ન્યૂરોફિઝિયોથેરાપીસ્ટ) ફિઝીયોકેર ફિઝીયોથેરાપી સેન્ટર, સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ, મોરબી.
આ કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે મોબાઈલ નંબર 9099980151 અથવા 8160282456 પર સંપર્ક કરવાનો રહેશે. દર્દીઓએ કેમ્પમાં આવતી વખતે પોતાના જુના રિપોર્ટ અચૂક સાથે લાવવા જણાવાયું છે.











