Tuesday, June 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ગુરુકૃપા ગર્લ્સ ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવાયું

મોરબીમાં ગુરુકૃપા ગર્લ્સ ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવાયું

દાદાગુરુ અજરામરજી સ્વામીની 273 મી જન્મજયંતી નિમિત્તે પ્રેરણાદાયી કાર્ય

મોરબી: લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્ર સ્વામીજી પ્રેરિત ગુરુકૃપા ગર્લ્સ ગ્રુપ (જી.જી.જી.) મોરબી દ્વારા દાદાગુરુ અજરામરજી સ્વામીની 273 મી જન્મજયંતી નિમિત્તે શનિવારે તારીખ 23/06/2026 ના રોજ મોરબીમાં આવેલા વૃદ્ધાશ્રમના વડીલોને મીષ્ટાન ભોજન જમાડીને ગુરુદેવની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

દાદાગુરુની જન્મજયંતિ નિમિત્તે આયોજિત આ સરાહનીય ભોજન સેવાના કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુરુકૃપા ગર્લ્સ ગ્રુપના સક્રિય સભ્યો મોક્ષા મહેતા, પૂર્વી મહેતા, હેત્વી શેઠ, સેજલ દેસાઈ, વિધિ દફતરી અને તાનીયા સંઘવી વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે મોરબી મહાનગરપાલિકાના દંડક જયેશભાઈ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રુપના સભ્યોના આ સેવા કાર્યને બિરદાવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments