મોરબી : કિસાન કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ‘રસ્તા રોકો’ કાર્યક્રમ અંગે ગુજરાત ખેડૂત આંદોલન છાવણી – જેતપર (મચ્છુ) દ્વારા એક ખાસ જાહેર સૂચના બહાર પાડીને મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. ખેડૂત ક્રાંતિ સંગઠન દ્વારા આ કાર્યક્રમથી સ્પષ્ટપણે અંતર જાળવવામાં આવ્યું છે.
ખેડૂત સંગઠન દ્વારા તમામ ખેડૂત મિત્રોને સ્પષ્ટ જાણ કરવામાં આવી છે કે, કિસાન કોંગ્રેસના ‘રસ્તા રોકો’ કાર્યક્રમને જેતપર ગુજરાત છાવણી દ્વારા કોઈપણ પ્રકારનું સમર્થન આપવામાં આવેલ નથી. તેમજ સંગઠન તરફથી આવો કોઈ જ કાર્યક્રમ આપવામાં આવેલ નથી.
આથી સંગઠન દ્વારા તમામ ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિએ આ કાર્યક્રમમાં તેઓના નામે જોડાવા કે ભાગ લેવા જવું નહીં. વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો સંગઠનનો કોઈપણ સત્તાવાર કાર્યક્રમ કે સૂચના હશે, તો તેની જાણ માત્ર તેઓની અધિકૃત જાહેરાત દ્વારા જ કરવામાં આવશે. સંગઠને આ માહિતી અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા પણ અપીલ કરી છે.











