અષાઢી બીજ, આ દિવસ કચ્છમાં નવા વર્ષ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કચ્છીઓમાં અષાઢી બીજનું અનેરૂ મહત્વ છે. કચ્છની ધરા અને મેઘરાજા એટલે કે વરસાદ પણ મહામુલ્ય ગણાય છે. અહીં એક માન્યતા એવી છે કે જો આ દિવસે મેઘરાજાની પધરામણી થાય તો સુકનવંતુ ગણાય છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન પર તેમજ કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ આગામી અષાઢી બીજના પાવન અવસરે અને તેની ભવ્યાતિભવ્ય ઉજવણી નિમિત્તે કચ્છ લોકસભા દ્વારા સતત બીજા વર્ષે તા.૧૬-૭-૨૬, ગુરૂવારના સાંજે ૫ કલાકે ‘સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬’ નું ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે ‘સાંસદ કચ્છ કાર્નિવલ’ માં ગત વર્ષની જેમ આ વર્ષ પણ કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર અને અદભુત સમન્વય જોવા મળશે. આ ઉપરાંત કાર્નિવલને વધુ આકર્ષક બનાવવા ખેંગારબાગ થી હોટલ લેકવ્યુ સુધીના માર્ગને રંગબેરંગી લાઈટો અને સેલ્ફી પોઇન્ટથી શણગાર કરવામાં આવશે. તેમજ વિવિધ સ્થળોએ આકર્ષક સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા એ ‘સાંસદ કચ્છ કાર્નિવલ’ માં ભાગ લેવા તા.0૮/0૭/૨૦૨૬ સુધી રજીસ્ટ્રેશન કરવા વિવિધ શાળા-કોલેજ, સંસ્થાઓ તથા મંડળોને ઉત્સાહભેર જોડાવવા ખાસ અપીલ કરી છે. આ પ્રસંગે ભાગ લેનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રથમ ક્રમના વિજેતાને રૂા.૫૧,000, બીજા ક્રમને રૂ।.૪૧,000, ત્રીજા ક્રમને રૂl.૩૧,000, ચોથા ક્રમને રૂ|.૨૧,000, પાંચમા ક્રમને રૂI.૧૧,000 અને કાર્નિવલમાં ભાગ લેનાર દરેક કૃતિને પ્રોત્સાહન રૂપે રૂ।.૫,000 એનાયત કરવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે QR સ્કેન કરી તા.૮-૭-૨૬ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે.સાંસદ વિનોદભાઈ યાવડાએ વધુમાં જણાવ્યું કે કાર્નિવલમાં ભાગ લેનાર પ્રત્યેક કૃતિમાં ઓછામાં ઓછા ૨૫ કલાકાર જરૂરી છે. તથા પ્રદર્શનની શરૂઆતમાં પોતાની સંસ્થા કે મંડળનું બેનર આગળ રાખવું ફરજીયાત છે. તથા સ્પર્ધા અંગે નિર્ણાયકોનો નિર્ણય અંતિમ ગણવામાં આવશે. આ પ્રસંગે વધુ માહિતી માટે રીતેનભાઈ ગોર મો.૯૮૨૫૨૨૭૯૦૫, વિશાલભાઈ ઠક્કર મો.૯૯૭૯૧૪૮૯૯૯, પંકજભાઈ ઝાલા મો.૯૮ર૪રરર૮૩ર અને પ્રતિકભાઈ શાહ મો.૯૬૨૪૧ર૮૯૮૯ ઉપર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકાશે.











