Thursday, July 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસાંધાના દુખાવામાંથી મળશે મુક્તિ: આયુષ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ ફ્રીમાં થશે જોઈન્ટ...

સાંધાના દુખાવામાંથી મળશે મુક્તિ: આયુષ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ ફ્રીમાં થશે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી

ડો. રાજદીપસિંહ ચૌહાણ અને ડો. પૂર્વ પટેલની નિષ્ણાંત ટીમ દ્વારા દર્દીઓને અપાશે દર્દમાંથી કાયમી રાહત

મોરબી : મોરબીમાં આરોગ્ય ક્ષેત્રે જાણીતી આયુષ હોસ્પિટલ દ્વારા મોરબી તેમજ આસપાસના વિસ્તારના દર્દીઓને અત્યાધુનિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી દ્વારા શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

આયુષ હોસ્પિટલ ખાતે શરીરના અત્યંત મહત્વના એવા ઘૂંટણના સાંધા બદલવાની સારવાર (TKR) તેમજ થાપાના સાંધા બદલવાની સારવાર (THR) ખૂબ જ આધુનિક પદ્ધતિથી અને સફળતાપૂર્વક કરવામાં આવે છે. સૌથી મોટી અને રાહતની વાત એ છે કે સામાન્ય રીતે ખૂબ જ ખર્ચાળ ગણાતી આ તમામ જટિલ સર્જરી સરકારની ‘આયુષ્માન કાર્ડ’ યોજના હેઠળ તદ્દન નિઃશુલ્ક (ફ્રી) ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

હોસ્પિટલમાં મોરબીના સુપ્રસિદ્ધ અને અનુભવી ઓર્થોપેડિક સર્જન ડો. રાજદીપસિંહ ચૌહાણ [M.S. (Orthopedic)] તેમજ ડો. પૂર્વ પટેલ [M.B.B.S, D.Ortho., DNB (Orthopedic)] પોતાની નિષ્ણાત સેવાઓ આપી રહ્યા છે. આ તબીબોની કુશળ ટીમ અને હોસ્પિટલના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે દર્દીઓને સાંધાના અસહ્ય દુખાવામાંથી મુક્તિ મળી રહી છે અને તેઓ ફરીથી આત્મવિશ્વાસ સાથે ચાલતા થઈ રહ્યા છે.

જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ વડીલ ઘૂંટણ કે થાપાના સાંધાના દુખાવાથી પીડાતા હોય, તો વિલંબ કર્યા વગર આજે જ આ નિઃશુલ્ક સારવારનો લાભ લેવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

આયુષ હોસ્પિટલ, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી

मो.9228108108

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments