પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ અને જિલ્લા ટ્રેઝરી અધિકારીને રજૂઆત કરી
મોરબી : મોરબી નોટરી એસોસિએશન દ્વારા નોટરી ટિકિટ પોસ્ટ ઓફિસમાંથી સરળતાથી મળી રહે તે માટે આજે તા. 8/7/2026 ના રોજ પોસ્ટના સુપ્રિટેન્ડેન્ટ અને જિલ્લા ટ્રેઝરી અધિકારી રાવરિયાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ તકે નોટરી એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ પટેલ તથા વિરેનભાઈ મહેતા, રાજેશભાઈ બદ્રકિયા, નિર્મલસિંહ જાડેજા, દેવજીભાઈ વાઘેલા અને ઉમેશભાઈ પંડ્યા હાજર રહ્યા હતા.










