Wednesday, October 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા'માં પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિ; સનાળા...

મોરબીમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’માં પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિ; સનાળા ખાતેથી ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ

દેશભક્તિના ઉત્સાહપૂર્ણ માહોલમાં પટેલ સમાજવાડીથી ભક્તિનગર સર્કલ સુધી મશાલ સાથે નીકળેલી યાત્રામાં મોરબીવાસીઓ ઉત્સાહભેર સંખ્યામાં જોડાયા

ઉપસ્થિત સૌ નાગરિકો અને અધિકારીઓએ લીધી ‘સંકલ્પ પ્રતિજ્ઞા’; રંગોળી સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરાયા

સમગ્ર દેશ અને રાજ્યની સાથે મોરબી જિલ્લામાં યોજાયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ની પૂર્ણાહુતિ પ્રસંગે સનાળા સ્થિત પટેલ સમાજવાડી ખાતે મોરબી જિલ્લા પ્રભારી તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને ‘સેવા જ્યોતિ યાત્રા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌ મહાનુભાવો, અધિકારીઓ અને નાગરિકો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા, જ્યાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ લાઈવ પ્રસારણ દ્વારા દેશવાસીઓને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. વડાપ્રધાનશ્રીના સંદેશ બાદ મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારીઓ અને જનમેદની દ્વારા દેશ અને સમાજના સર્વાંગી વિકાસ માટેની ‘સંકલ્પ પ્રતિજ્ઞા’ લેવામાં આવી હતી.

મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ચેક વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રી તથા ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા જ્વલંત મશાલ સાથેની ‘સેવા જ્યોતિ યાત્રા’ને પટેલ સમાજવાડી ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક માહોલ અને ગુંજતા સૂત્રોચ્ચારો સાથે નીકળેલી આ યાત્રા ભક્તિનગર સર્કલ સુધી પહોંચી હતી. આ યાત્રામાં મોરબી જિલ્લાના નાગરિકો, પ્રબુદ્ધ જનો અને યુવાનો અત્યંત ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.

આ પ્રસંગે મોરબી મેયરશ્રી ઉત્તમ સુરાણી, સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા અને શ્રી જીતુભાઈ સોમાણી, જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રી સંગીતા રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, સહિત વહીવટી તંત્રના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, પૂર્વ મંત્રીશ્રી જયંતીભાઈ કવાડિયા, અગ્રણીશ્રી જયંતિભાઈ પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments