મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કેસરબાગ પાસે જાહેર રોડ ઉપર વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અકરમ ઉર્ફે ઈકુડી હસનભાઈ સોલંકી રહે.સિપાઈવાસ, મોરબી નામના શખ્સને ઝડપી લઈ રોકડા રૂપિયા 3520 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.








