મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 10-9-2025ને બુધવારના રોજ વિવિધ વિસ્તારોમાં મેઇન્ટનન્સ ની કામગીરી માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવશે.
જેમાં ગજાનંદ JGY ફીડર તથા કૈલાસ ખેતીવાડી ફીડર સવારે 9 થી સાંજે 5 કલાક સુધી કાલીકાનગર ગામ તેમજ આસપાસ નો વિસ્તારમાં તેમજ બેલા ખેતીવાડી ફીડર વિસ્તારમાં સવારે 8 થી સાંજે 5 કલાક સુધી આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.










