Thursday, April 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર તાલુકાના નવા ધામલપર ખાતે ૧ મેના રોજ શ્રી ગેલ માતાજીનો નવરંગો...

વાંકાનેર તાલુકાના નવા ધામલપર ખાતે ૧ મેના રોજ શ્રી ગેલ માતાજીનો નવરંગો માંડવો અને નવચંડી યજ્ઞ યોજાશે

વેરશીદાદાની સમાધિ પૂજન અને ૨૨મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો; મહાપ્રસાદ અને યુટ્યુબ લાઈવની વ્યવસ્થા

વાંકાનેર તાલુકાના નવા ધામલપર ગામે આવેલ શ્રી ગેલ માતાજીના મંદિરે તા. ૧ મે ૨૦૨૬, શુક્રવારે નવચંડી યજ્ઞ તથા નવરંગો માંડવો સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વેરશીદાદાની સમાધિ પૂજન અને ૨૨મા પાટોત્સવ નિમિત્તે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં સમગ્ર વિસ્તારના ભક્તોને ભાવભેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

કાર્યક્રમની શરૂઆત સવારે ૭:૩૦ વાગ્યે માંડવાની થાંભલી રોપણથી થશે, ત્યારબાદ સવારે ૮:૩૦ વાગ્યે નવચંડી યજ્ઞ યોજાશે. સવારે ૧૦:૦૦ વાગ્યે વિધિ પૂજન અને ૧૦:૩૦ વાગ્યે સમાધિ પૂજન કરવામાં આવશે. ત્યારબાદ બપોરે ૧૧:૦૦ વાગ્યે હોમકાર્ય અને બપોરે ૩:૦૦ વાગ્યે પૂર્ણાહુતિ થશે.ભક્તો માટે બપોરે ૧૧ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. સાંજે ૪:૦૦ વાગ્યે ભુવાઓના સામેયા અને રાત્રે ૮:૦૦ વાગ્યે માતાજીનો માંડવો યોજાશે.

આ સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબ પર ‘MAA MELDI VIDEO SARDHAR’ ચેનલ દ્વારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે, જેથી દૂર રહેતા ભક્તો પણ દર્શનનો લાભ લઈ શકે.
આ આયોજન ભૂવાશ્રી પરસોત્તમભાઈ વેરશીભાઈ બાવરવા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. તમામ ભક્તોને ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments