મોરબી : બગથળા ગામે આંગણવાડીમાં પોતાનું બાળપણ વિતાવનાર યુવાનોએ સમાજ માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આંગણવાડી કે બાલમંદિરમાં શિક્ષણ મેળવી આગળ વધેલા મિત્રોએ સંસ્થાનું ઋણ ચૂકવવાના હેતુથી દીવાલો પર બાળકો માટે ઉપયોગી પેઇન્ટિંગ કરાવવાનુ નક્કી કર્યું હતું.
નિલેશ ધરોડિયા, હસમુખ સરડવા, શ્યામ દલસાણીયા, જસમત થરેશા, ધવલ થરેશા અને ધવલ સરડવા સહિતના મિત્રો દ્વારા હાલની આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો સરળતાથી અને રમત-ગમત સાથે શીખી શકે તે માટે દીવાલો પર રંગબેરંગી ચિત્રો, અંક, ABCD, પ્રાણી- પક્ષી, આકારો વગેરેના સુંદર પેઈન્ટિંગ કરાવી આપવામાં આવ્યા છે. આ શૈક્ષણિક ચિત્રોને કારણે આંગણવાડીનું વાતાવરણ જીવંત બન્યું છે અને બાળકો માટે શિક્ષણ વધુ આકર્ષક બનશે.











