Thursday, May 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનાની વાવડી પાસે સિંચાઈ વિભાગની બેદરકારી, માટી હટાવ્યા વગર જ છોડાયું પાણી

નાની વાવડી પાસે સિંચાઈ વિભાગની બેદરકારી, માટી હટાવ્યા વગર જ છોડાયું પાણી

મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ નજીક સિંચાઈ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. અહીં નાલાનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી બાજુમાંથી એક ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું. જો કે, આ ડાયવર્ઝનમાંથી યોગ્ય રીતે માટી હટાવવાની કામગીરી પૂર્ણ કર્યા વિના જ તંત્ર દ્વારા ઉપરથી સીધું પાણી છોડી દેવામાં આવ્યું છે.

યોગ્ય આયોજન અને સાફ-સફાઈના અભાવે છોડવામાં આવેલું પાણી અત્યારે સીધું ડાયવર્ઝનમાંથી પસાર થઈ રહ્યું છે અને આસપાસના ભાગમાં ભરાઈ રહ્યું છે. એકતરફ નાલાનું સમારકામ ચાલી રહ્યું છે ત્યારે બીજીતરફ માટી કાઢ્યા વિના જ પાણી છોડી દેવાતા કામગીરી પર પણ અસર પડી રહી છે અને કિંમતી પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

સિંચાઈ વિભાગની આ પ્રકારની અણઘડ નીતિ અને લાપરવાહીને કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા તાકીદે આ બાબતે યોગ્ય નિકાલ કરવામાં આવે અને ડાયવર્ઝનમાંથી માટી હટાવી પાણીના પ્રવાહને વ્યવસ્થિત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments