Thursday, June 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા...

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન’ અંતર્ગત મહત્વની બેઠક યોજાઈ

આગામી દિવસોમાં યોજાનાર ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન – ૨૦૨૬’ ના સુચારુ આયોજન માટે મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મહત્વની ‘મંડળ પ્રશિક્ષણ આયોજન અને વ્યવસ્થા બેઠક’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે જિલ્લા પ્રમુખ શ્રી જયંતીભાઈ રાજકોટિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડવા માટે સૌરાષ્ટ્ર ઝોન-૧ ના પ્રભારી શ્રી પ્રદિપભાઇ ખીમાણી તેમજ સૌરાષ્ટ્ર ઝોન-૨ ના પ્રભારી શ્રી રાઘવભાઇ પંડ્યા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આગામી પ્રશિક્ષણ વર્ગોના સુદ્રઢ આયોજન અને વ્યવસ્થાપન અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ પ્રશિક્ષણ આયોજન બેઠકમાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી અને કાર્યાલય પ્રભારી શ્રી નિર્મલભાઇ જારીયા, મહામંત્રી શ્રી તપનભાઈ દવે, શ્રી ચતુરભાઈ મકવાણા તેમજ આગામી સમયમાં મંડળ સ્તરે પ્રશિક્ષણ આપવા માટે જનાર તમામ પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અભિયાનને સફળ બનાવવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments