Friday, June 19, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆદિપુર – ભુજ રેલ્વે લાઈન ડબલિંગ માટે ૪૯૩ કરોડ મંજુર – વિનોદભાઈ...

આદિપુર – ભુજ રેલ્વે લાઈન ડબલિંગ માટે ૪૯૩ કરોડ મંજુર – વિનોદભાઈ ચાવડા.

આદિપુર અને ભુજ વચ્ચે રેલ્વે લાઈન ડબલિંગ માટે આજે કેન્દ્ર સરકાર રેલ્વે મંત્રાલય તરફથી રૂ. ૪૯૩ કરોડ નાં ખર્ચે રેલ્વે ટ્રેક ડબલ થશે – જાહેરાત ને આવકારતાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે આદિપુર – ભુજ વચ્ચે ૪૯ કી.મી રેલ્વે ટ્રેક ડબલ થતા રેલ્વે કનેકટીવીટી અને ક્ષમતા વધશે. બંને દિશામાંથી ૨ વધારાની ટ્રેનો દોડાવવા નો માર્ગ મોકળો થશે દર વર્ષે ૧૨ મિલિયન ટન થી વધારાના માલ પરિવહન શક્ય બનશે, ટ્રાફિક ભારણ ઘટવાની સાથે ટ્રેનોની સમયબધ્ધતા પણ સુધરશે, ઓધોગિક અને આર્થિક વિકાસ ને ગતિ મળશે અને રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો વિકાસ થશે. તેમ સાંસદશ્રી એ જણાવ્યું હતું અને આપણા આદરણીય વડાપ્રધાન નાં નવ ભારત નિર્માણ સૂત્ર સાર્થક થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા રેલ્વે મંત્રાલય નો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments