મોરબી : નવયુગ શૈક્ષણિક સંકુલ-મોરબીના વાર્ષિકોત્સવ ‘સિતારે નવયુગ- 2026’ નું ભવ્ય આયોજન આગામી 23 એપ્રિલના રોજ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેજી તથા ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા આકર્ષક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.
આ માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નથી, પરંતુ દરેક વિદ્યાર્થીના પ્રયત્નો, સંઘર્ષ અને સફળતાનો ઉજવણીમય ઉત્સવ છે. વર્ષભરની મહેનતને બિરદાવવા માટે વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા અને સમગ્ર નવયુગ પરિવાર દ્વારા આ આનંદમય પળોના સાક્ષી બની બાળકોના ઉત્સાહમાં વધારો કરવા જાહેર જનતા અને વાલીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ વાર્ષિકોત્સવમાં અતિથિ વિશેષ તરીકે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતા મહેતા, ઈ.આઈ. ધર્મિષ્ઠા કડીવાર, ડાયેટના પ્રાચાર્ય સંજય એન. મહેતા, આર.એસ.એસ. ના પશ્ચિમક્ષેત્ર સંઘચાલક ડો. જયંતિ ભાડેસિયા, આર.એસ.એસ. ના પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલ અઘારા, આર.એસ.એસ. ના જિલ્લા કાર્યવાહક મહેશ બોપલિયા, વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ જીલેશ કાલરિયા, જિલ્લા શૈક્ષિક સંઘના અધ્યક્ષ દિનેશ વડસોલા, જિલ્લા શૈક્ષિક સંઘના ઉપાધ્યક્ષ સંદિપ આદ્રોજા, પૂર્વ ડીઇઓ નિલેશ રાણીપા, પૂર્વ ડીપીઈઓ ભરત વિડજા અને કેળવણી નિરીક્ષક નિલેશ કૈલા ઉપસ્થિત રહેશે.
જ્યારે આમંત્રિત મહેમાનો તરીકે ઝીલોટ ગ્રુપના ડી.સી. પટેલ, લેખક અને બાળરોગ નિષ્ણાત ડો. સતીષ પટેલ, માતૃવંદના ટ્રસ્ટના પ્રમુખ મહેશ ભોરણીયા, વિટ્રીફાઇડ એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયા, ફ્લોર એસોસિએશનના પ્રમુખ સંદિપ કુંડારિયા, સેનેટરી એસોસિએશનના પ્રમુખ અજય મારવણીયા, વોલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સંઘાત, પેપરમીલ એસોસિએશનના પ્રમુખ શૈલેષ દેત્રોજા અને બિલ્ડર એસોસિએશનના પ્રમુખ સંતોષ શેરસિયા હાજરી આપશે.
કાર્યક્રમની વિગતો
તારીખ: 23 એપ્રિલ 2026, ગુરુવાર
સમય: સાંજે 6:30 કલાકે
સ્થળ: કેશવ પાર્ટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ, મોરબી









