Saturday, May 16, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા કાળઝાળ ગરમીમાં ૧૨૦૦ ગ્લાસ કેરીના પન્નાંનું વિતરણ

મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા કાળઝાળ ગરમીમાં ૧૨૦૦ ગ્લાસ કેરીના પન્નાંનું વિતરણ

“પરોપકારાય ફલંતિ વૃક્ષાઃ, પરોપકારાય વહંતિ નદ્યઃ”
અર્થાત્, વૃક્ષો જેમ પરોપકાર માટે ફળ આપે છે અને નદીઓ પરોપકાર માટે વહે છે, તેમ સજ્જનોનું જીવન પણ સમાજસેવા માટે સમર્પિત હોય છે.

કાળઝાળ ગરમી અને તાપમાનની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાહદારીઓ તથા જરૂરિયાતમંદોને શીતળતા અને રાહત મળે તે હેતુથી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંદાજિત ૧૨૦૦ ગ્લાસ “કેરીનું પન્નું” તૈયાર કરી લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેવા કાર્ય માત્ર પેય વિતરણ પૂરતું ન રહી માનવતા, કરુણા અને સમાજપ્રતિની જવાબદારીનું સુંદર ઉદાહરણ બની રહ્યું હતું. ભારે ગરમી હોવા છતાં મુસ્કાન પરિવારના સભ્યોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી સેવા કાર્યને સફળ બનાવ્યું હતું.

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા સમયાંતરે આવા સેવાકીય અને જનકલ્યાણકારી કાર્યક્રમો યોજાઈ સમાજમાં માનવતા અને સહઅસ્તિત્વનો સંદેશ પ્રસરાવવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments