Thursday, May 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સેનિટરીવેર ઉદ્યોગમાં 10% ભાવ વધારો, 1 જૂનથી નવા દર લાગુ

મોરબીના સેનિટરીવેર ઉદ્યોગમાં 10% ભાવ વધારો, 1 જૂનથી નવા દર લાગુ

મોરબી : વિશ્વભરમાં સિરામિક સિટી તરીકે વિખ્યાત મોરબીના સિરામિક ઉદ્યોગ જગતમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ટાઇલ્સ ભાવ વધારા બાદ હવે સેનિટરીવેર પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કાચા માલના ભાવમાં સતત થઈ રહેલા અસહ્ય વધારાને કારણે એસોસિએશન દ્વારા આ આકરો નિર્ણય લેવાની ફરજ પડી છે.

એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ, સેનિટરીવેરની તમામ પ્રોડક્ટ્સ પર 10% ભાવ વધારો નક્કી કરવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો આગામી તારીખ 01-06-2026 ના રોજ થનારા લોડિંગથી જ અમલી બની જશે.

નવી પેમેન્ટ પોલિસી પણ જાહેર કરાઈ

ભાવ વધારાની સાથે-સાથે એસોસિએશન દ્વારા વેપારના નિયમોમાં પણ મોટો ફેરફાર કરીને નવી પેમેન્ટ પોલિસી જાહેર કરવામાં આવી છે, જે તાત્કાલિક અસરથી લાગુ થશે. જેથી હવેથી તમામ ઓર્ડર માત્ર અને માત્ર 100% એડવાન્સ પેમેન્ટની શરતે જ પ્રોસેસ કરવામાં આવશે. આ નવી પોલિસી સેનિટરીવેરના તમામ નવા ઓર્ડર્સ અને કસ્ટમ ફેબ્રિકેશન માટે લાગુ પડશે. પ્રોડક્શન શિડ્યુલ કરતા પહેલા પેમેન્ટ ક્લિયર કરવાનું રહેશે. પેમેન્ટ સુરક્ષિત બેંક ટ્રાન્સફર (NEFT/RTGS) અથવા વેરિફાઇડ ડિજિટલ માધ્યમો દ્વારા જ સ્વીકારવામાં આવશે.

કાચા માલના વધતા જતા ખર્ચ સામે ઉદ્યોગને ટકાવી રાખવા માટે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે અને તમામ સભ્યો તથા વેપારીઓનો સહકાર માંગવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments