Sunday, May 31, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રોહીદાસપરામાં મેડિકલ કેમ્પ અને ફ્રી રોપા વિતરણ કરાયું

મોરબીના રોહીદાસપરામાં મેડિકલ કેમ્પ અને ફ્રી રોપા વિતરણ કરાયું

લાખાભાઈ છગનભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કેમ્પમાં 200થી વધુ લોકોએ લીધો લાભ

મોરબી : શહેરના વોર્ડ નંબર 2માં આવેલ રોહીદાસપરામાં ગઈકાલના

રોજ રોહીદાસ બાપુજીના મંદિર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખાભાઈ છગનભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વિસ્તારમાં મેડિકલ કેમ્પનું તથા ફ્રી રોપા વિતરણનું સુંદર આયોજન કરવામાં આવેલું હતું.

આ મેડિકલ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે સમાજ કલ્યાણ અધિકારી કે.એમ.છાસિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો લાભ રોહીદાસપરા વિસ્તારના અંદાજે 200થી વધુ લોકોએ લીધો હતો અને પોતાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.

આ આયોજનની ખાસિયત એ રહી હતી કે, મેડિકલ કેમ્પમાં ચેકઅપ કરાવવા આવતા તમામ દર્દીઓને જરૂરી દવાની સાથે-સાથે ‘પર્યાવરણ બચાવો’ની પહેલને ધ્યાનમાં રાખીને એક-એક વૃક્ષનો રોપો પણ મફત આપવામાં આવ્યો હતો. ટ્રસ્ટની આ અનોખી પહેલને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments