મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે ગત તારીખ 11 ડિસેમ્બર ને બુધવારના રોજ ગીતા જયંતી (મોક્ષદા એકાદશી)ની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.
ગીતા જયંતી નિમિત્તે સાર્થક વિદ્યામંદિર ખાતે સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી ગીતાજીના 18 અધ્યાયનું પઠન કરવામાં આવ્યું હતું. સાથે જ ગીતા આરતી, પૂજન, ગીતા ધ્યાન, ગીતા પઠન અને મહાત્મ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના સંચાલક, પ્રિન્સિપાલ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. ગીતા પઠનમાં બેસનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.











