Friday, May 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅમારે માવતર જોઈએ છે: મોરબીમાં નિરાધાર વડીલો માટે વિનામૂલ્યે વૃદ્ધાશ્રમ સેવા

અમારે માવતર જોઈએ છે: મોરબીમાં નિરાધાર વડીલો માટે વિનામૂલ્યે વૃદ્ધાશ્રમ સેવા

મોરબી : આજના સમયમાં અનેક વડીલોને આશ્રયની જરૂર પડતી હોય છે, ત્યારે મોરબીમાં સામા કાંઠે આવેલ કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ – રાજકોટ સંચાલિત વૃદ્ધાશ્રમ દ્વારા ‘અમારે માવતર જોઈએ છે’ ના ઉમદા ભાવ સાથે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. આ વૃદ્ધાશ્રમમાં નિરાધાર તેમજ આધારવાળા વડીલોને વિનામૂલ્યે આવકારવામાં આવી રહ્યા છે.

સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય તેવા ગમે તે જ્ઞાતિના વડીલો આ વૃદ્ધાશ્રમમાં પ્રવેશ મેળવી શકે છે. અહીં રહેવા માટે વડીલો પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને આ સેવા તદ્દન ફ્રી છે. વિશેષમાં, જો વડીલોને સંતાનમાં દીકરા-દીકરી હોય તો પણ તેમને અહીં રાખવામાં આવે છે અને તેમાં કોઈ બાધ રાખવામાં આવ્યો નથી.

જે વડીલો આ વૃદ્ધાશ્રમનો લાભ લેવા માંગતા હોય અથવા જેમના ધ્યાનમાં આવા કોઈ જરૂરિયાતમંદ વડીલો હોય, તેઓએ શોભેશ્વર રોડ પર કુબેર ટોકીઝ પાસે આવેલા વૃદ્ધાશ્રમની રૂબરૂ મુલાકાત લઈ અથવા વૃદ્ધાશ્રમ – મોરબી (91043 03645), ટ્રસ્ટી રાજુભાઈ મહેતા (98242 34311)નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સંસ્થા વડીલોને આવકારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments